પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિતોને પણ સંબોધિત કરશે.
સેમિકોન ઈન્ડિયા 2024નું આયોજન 11મીથી 13મી સપ્ટેમ્બર દરમિયાન “શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર” થીમ સાથે કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ રજૂ કરવામાં આવશે, જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો લક્ષ્ય ધરાવે છે.
કોન્ફરન્સમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ ભાગ લેશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:49 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી