ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2024 10:57 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મંત્રણા કરશે. બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારને લગતા વ્યાપક મુદ્દાઓ પર મંત્રણા કરે તેવી સંભાવના છે.
દુબઇનાં યુવરાજ ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઇ સરકારના કેટલાંક મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. આવતી કાલે તેઓ મુંબઇમાં બિઝનેસ ફોરમમાં હાજરી આપશે, જેમાં બંને દેશોનાં ઉદ્યોગપતિઓ ભાગ લેશે.
2022-23માં ભારત-યુએઇ વચ્ચેનો વેપાર 85 અબજ ડોલર પર પહોંચ્યો હતો. ચીન અને અમેરિકા બાદ યુએઇ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ