પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદઘાટન કરશે. બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશ માંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથી મોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેનાથી સાડા ત્રણ લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનો સંભાવના છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે.
આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધી જણાવે છે કે, ઉદ્ઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે.
14 ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યનાં 8 જિલ્લાનાં 11 શહેરોમાં યોજાશે.35 રમતોમાં કુલ 47 સ્પર્ધા યોજાશે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નો ભૂવનેશ્વરથી અને 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો દહેરાદૂનથી આરંભ કરાવશે
