પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ લેખ રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં ઉર્જા, સર્જનાત્મકતા અને ગતિશીલતાનો ઉપયોગ કરવાનો છે જેથી તેઓ વિકસિત ભારતના સ્વપ્ન અને નેતૃત્વને દિશા પૂરી પાડી શકે.
આજે, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસીત ભારત યુવા નેતાઓ સંવાદમાં ભાગ લેશે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, શ્રી મોદી દેશભરના ત્રણ હજાર યુવા નેતાઓ સાથે વાતચીત કરશે.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:44 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી