પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ
છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષાના ઉકેલ આપતો દેશ છે.
તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના જીવનમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ ક્ષેત્રને
મજબૂત બનાવી રહી છે. નવી દિલ્હીમાં આજે 32મી આંતરરાષ્ટ્રીય કૃષિ અર્થશાસ્ત્રી
પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કૃષિ એ સરકારની આર્થિક નીતિનું કેન્દ્ર છે.
તેમણે કહ્યું કે ભારત અનાજનું મોટા પાયે ઉત્પાદન કરે છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત રસાયણ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન
આપી રહ્યો છે અને 2024-25ના કેન્દ્રીય અંદાજપત્રમાં ટકાઉ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા દસ વર્ષમાં આબોહવાને અનુકૂળ
એવી પાકની એક હજાર નવસો નવી જાતો ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે દેશના
કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રી
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક ક્લિકથી દસ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં
પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.
અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આ પરિષદમાં લગભગ 75
દેશોમાંથી એક હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.. આ વર્ષની વિષય
વસ્તુ ટકાઉ કૃષિ ખાદ્ય પ્રણાલી તરફ પરિવર્તન રાખવામાં આવી છે. આ પરિષદનો
ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તન, કુદરતી સંસાધનોમાં અધોગતિ, ઉત્પાદન ખર્ચમાં વધારો
અને ટકાઉ કૃષિ માટેની જરૂરિયાતો જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવાનો છે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 2:39 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વધુ અન્ન ઉત્પાદન કરતો દેશ છે તથા વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષાના ઉકેલ આપે છે
