ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 2:52 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને બે લાખ 31 હજાર 236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014નાં રોજ આ યોજના શરૂ કરી હતી.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PMJDYના ખાતાઓ માર્ચ 2015માં 15 કરોડ 67 લાખથી વધીને 14મી ઓગસ્ટ સુધીમાં 53 કરોડ 14 લાખ થયા હતા. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, નાણાકીય સમાવેશિતા અને સશક્તિકરણ હાંસલ કરવા માટે ઔપચારિક નાણાકીય સેવાઓ સાર્વત્રિક અને સુગમ બનાવવી જરૂરી છે. આનાથી ગરીબો આર્થિક મુખ્યધારામાં આવે છે અને તે વંચિત સમુદાયોનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લાભાર્થીઓ અને યોજનાને સફળ બનાવવામાં યોગદાન આપનારને શુભેચ્છાઓ પાઠવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ