પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંગે આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ યોજના અંતર્ગત મહત્વની અને જેમાં મોટો ખર્ચ થતો હોય તેવા કાર્ડિયોલોજી, કેન્સર, પિડિયાટ્રિક્સ અને ઓર્થોપેડિક્સ જેવી બીમારીઓની સારવારની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 97 લાખ પરિવારોનાં આશરે બે કરોડ 65 લાખ દર્દીઓએ લાભ લીધો છે. 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પટલોને તેમાં સમાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024માં આ માર્ગદર્શિકાનો ભંગ કરનારી 10 હોસ્પિટલો સસ્પેન્ડ કરીને પેનલમાંથી દૂર કરવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાંક ડોક્ટરોને પણ કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:49 પી એમ(PM)