આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના- AB PMJAY હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને યોજના હેઠળ એક નવું, વિશિષ્ટ કાર્ડ આપવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કે 70 કે તેનાંથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે. આ યોજના એક સપ્તાહમાં કાર્યરત થવાની ધારણા છે. આ એક એપ્લિકેશન-આધારિત યોજના છે, અને લોકોએ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. પોર્ટલ પર ફેસ ઓથેન્ટિકેશન કરાવ્યા બાદ લિંક મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે ખાનગી વીમો ધરાવતા તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ -ESICનાં લાભાર્થીઓ પણ AB PMJAY યોજના માટે અરજી કરી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 9:32 એ એમ (AM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી ઉંમરની વ્યક્તિને મફત વીમાનો લાભ એક સપ્તાહમાં અમલી બનશે
