પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.. પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્ર્ન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરરીતિ જણાઇ આવતા PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડકરવામાં આવી છે.
આ હોસ્પિટલ્સ પાસેથી નિયમાનુસાર નાણાકીય વસૂલાત અને દંડ પણ ફટકારાયો છે. પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર આ પાંચ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ છે.. સાથોસાથ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ છે. આ અગાઉ ગેરરીતી બદલ ગત અઠવાડિયામાં રાજ્યની કુલ પાંચ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને બે ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા.