પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે એક દાયકો પૂર્ણ થયો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં 53 કરોડથી વધુ લાભાર્થીઓને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાના તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમ જ આ યોજનાને સફળ બનાવનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયાના સંદેશમાં કહ્યું, જનધન યોજનાએ નાણાકીય સમાવેશને વધારવા અને કરોડો લોકો, વિશેષ રીતે મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોને સન્માન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું, આ યોજના અંતર્ગત 67 ટકા ખાતા ગ્રામ્ય અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. યોજના અંતર્ગત શરૂ કરાયેલા કુલ ખાતાઓમાંથી 55 ટકા ખાતા મહિલાઓએ ખોલાવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:53 પી એમ(PM) | પ્રધાનમંત્રી