ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 3:09 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ મોટા પડાદરા ગામના લાભાર્થી અરજણભાઈ પગીના પરિવારે આ યોજનાનો લાભ મેળવવાથી ખૂબ ખુશી વ્યકત કરી હતી. પી.એમ. કુસુમ યોજના હેઠળ તેમને વિનામૂલ્યે સોલાર પંપ સેટ લગાવી આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત મહીસાગર જીલ્લામાં અત્યાર સુધી MGVCL દ્વારા ૧૧૩ સોલાર પંપ સેટ વીજ જોડાણ આપવામાં આવ્યા છે અને હાલમાં ૬૦ સોલાર વીજ જોડાણ આપવાની કામગીરી પ્રગતિમાં છે. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ