પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી ૩૦ જુલાઈ સુધીમાં બેંક ખાતા સાથે આધારકાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધારકાર્ડ લિંક કરાવ્યું નહી હોય તેમનો ૧૮મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફર એટલે ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરી, ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી એનેબલ ફરજીયાત કરવાનું રહેશે. આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતુ ખોલાવશે, તો પણ તેમનો ૧૮મો હપ્તો જમા થઈ જશે.
Site Admin | જુલાઇ 13, 2024 3:27 પી એમ(PM)