પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં વર્ષ 2024-25 માટે ગુજરાતને આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની કામગીરી અને લાભાર્થીની વધુ સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2 લાખ 44 હજાર મકાનોનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના વર્ષમાં રાજ્યનાં ગામડાંઓમાં 2 લાખ 99 હજાર મકાનોનું નિર્માણ થશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:44 એ એમ (AM)