પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. ત્રણ દિવસ ચાલનારો રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે.
આ વર્ષે આ કાર્યક્રમની મુખ્ય વિષયવસ્તુ કાલચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો પૉલિટિક્સ ઇન્ટરપ્ટેડ- શિફ્ટિંગ સેન્ડ્સ એન્ડ રાઈઝિંગ ટાઈડ્સ, રિઝોલ્વિંગ ધ ગ્રીન ટ્રાઈલેમાઃ હૂ, વેયર એન્ડ હાઉ તથા ડિજિટલ પ્લેનેટ્સ- એજન્ટ્સ, એજન્સીઝ એન્ડ એબ્સેન્સીઝ જેવા છ મુખ્ય વિષય પર વિચારવિમર્શ કરશે,
રાયસીના ડાયલૉગ ભારતની ભૂ-રાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પરનો મુખ્ય કાર્યક્રમ છે, જે વૈશ્વિક સમુદાયના વર્તમાન પડકારને પહોંચી વળવાના માર્ગ પર મંથન કરે છે.
રાયસીના ડાયલૉગની 10મી આવૃત્તિમાં અંદાજે 125 દેશના પ્રતિનિધિ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ત્રણ હજાર 500થી વધુ ભાગીદાર વ્યક્તિગત રીતે સંવાદ કરશે. તેની સમગ્ર કાર્યવાહી વિશ્વભરમાં વિવિધ ડિજિટલ પ્લેટફૉર્મના માધ્યમથી કરોડો લોકો જોઈ શકશે.
Site Admin | માર્ચ 16, 2025 7:43 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
