પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેનના નેતૃત્વ વાળી સરકારે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઝારખંડના લોકોને છેતર્યા છે.. આજે ગઢવાના ચેતના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીએ ખોટા વચનો આપ્યા છે. પ્રધાનરમંત્રીએ કહ્યું કે ભાજપ ઝારખંડની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિની ગેરંટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ચાઈબાસામાં વિજય સંકલ્પ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યભરના આદિવાસીઓને સશક્ત કર્યા છે પરંતુ હેમંત સોરેનની આગેવાનીવાળી સરકારે તેમનું અપમાન કર્યું છે. PMએ કહ્યું, ઝારખંડમાં ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જ્યારે સમગ્ર દેશ વિકસિત ભારત બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને કથિત રીતે સમર્થન આપવા બદલ ઝારખંડમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનની ટીકા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, ઝારખંડમાં તુષ્ટિકરણની રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે
Site Admin | નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM)