ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું ‘જ્ઞાની પુરુષ’ પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું
