પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણકમલ ફુલનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણ કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જળ સંચય – જન ભાગીદારી અભિયાન વધુને વધુ લોકોને જળ સંરક્ષણ સાથે જોડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે.
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં પહેલીવાર આયોજિત ફિટ ઇન્ડિયા કાર્નિવલ વિશે પણ વાત કરી. ફિટ રહેવા અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ધ્યેય સાથે વિવિધ ક્ષેત્રોના લગભગ 25 હજાર લોકોએ તેમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએએ કહ્યું વિશ્વભરમાં યોગ અને પરંપરાગત દવાઑ પ્રત્યે જિજ્ઞાસા વધી રહી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે મોટી સંખ્યામાં યુવાનો યોગ અને આયુર્વેદને સુખાકારી માટે ઉત્તમ માધ્યમ તરીકે અપનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મહુઆના ફૂલોમાંથી બિસ્કિટ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે પણ વાત કરી. રાજાખોહ ગામની ચાર બહેનોના પ્રયાસોને કારણે આ કૂકીઝ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
Site Admin | માર્ચ 30, 2025 7:21 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી.
