પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા-અર્ચના કરી હતી.મોદી સાધુ-સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની સલામતી અને જાળવણીની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે પ્રધાનમંત્રી તીર્થસ્થળ પર પાયાના ઢાંચા અને સુવિધાઓને વધારવા માટે હંમેશા પગલાં લીધા છે.ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીએ 5 હજાર 500 કરોડ રૂપિયાના 167 પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું,જેનાથી સામાન્ય નાગરિક માટે સંપર્ક વ્યવસ્થા અને સુવિધા વધુ સારી બની છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ
