પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
ગુરૂપૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના શિક્ષકો અને આદ્યાત્મિક ગુરૂઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસની પણ જયંતી છે. આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે
Site Admin | જુલાઇ 21, 2024 2:02 પી એમ(PM)