રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં આજે રાજ્યપાલ શ્રીએ આમ જણાવ્યું હતું.ગ્રામજનો સાથે સંવાદ કરતાં શ્રી દેવવ્રતે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે.આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી જ ચાલતી આવી છે. સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક વ્યક્તિએ કચરો નહીં કરવાનો સંકલ્પ કરવો જોઈએ.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM) | રાજ્યપાલ
પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
