પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમોમાં નિષ્ણાતો નૉબેલ પારિતોષિકની શોધ અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડિસીન જેવા વિવિધ ક્ષેત્ર પર તેમની પરિવર્તનકારી અસર અંગે સંવાદ કરશે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે બપોરે 3 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે, જેમાં વિવિધ નિષ્ણાતો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને નૉબેલ પારિતોષિક અંગેની માહિતી સરળ ભાષામાં રજૂ કરશે. ગુજકૉસ્ટના તમામ 33 જિલ્લા લોક-વિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 10:07 એ એમ (AM) | પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર
પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે
