પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100 અને 112 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપવા નાગરિકોને અપીલ કરાઇ છે.. ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા સૌને વિનંતી કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:13 પી એમ(PM) | પોલીસ