રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મતદાતા દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલે આ પ્રમાણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે લોકતંત્રથી આપણો દેશ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે.
આ પ્રસંગે તેઓએ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બૂથ લેવલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કર્યું.
Site Admin | જાન્યુઆરી 25, 2025 7:29 પી એમ(PM)
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો
