રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, સંસદમાં રજૂ થયેલું એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાતિત કરાયું છે. તેમણે કહ્યું, આ યોજના શાસનમાં સાતત્યને પ્રોત્સાહન આપે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું.
શ્રીમતી મુર્મૂએ કહ્યું, વંચિત વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોની મદદ માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે.
સંબોધનમાં બંધારણ સભામાં સામેલ સરોજિની નાયડુ, રાજકુમારી અમૃત કૌર, સૂચેતા કૃપલાની, હંસાબેન મહેતા અને માલતી ચૌધરી જેવાં દિગ્ગજોને યાદ કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:56 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પ્રજાસત્તાક દિવસની પૂર્વે સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાઈ છે.
