નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટતા અને કલાત્મક પરંપરાઓ જોવા મળી. જ્યારે ભારતીય હવામાન વિભાગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ઝાંખી પણ આ પરેડમાં જોડાઈ હતી. મધ્યપ્રદેશ ’70 સાલ બાદ ચિત્તાઓં કી ઐતિહાસિક વાપસી’ની ઝાંખી જોવા મળી હતી. ઉપરાંત ભારતીય તટરક્ષક, DRDOની ઝાંખી રક્ષા કવચ, ભારતીય સશસ્ત્ર દળના પૂર્વ સૈનિકોની ઝાંખીએ પરેડમાં ભાગ લીધો હતો.
આ તરફ પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન પહેલી વાર સૈન્ય ટુકડી 61 કૅવેલરી, જે વિશ્વની એક માત્ર સક્રિય ઘોડેસવાર રેજિમેન્ટ છે. મુખ્ય યુદ્ધ ટૅન્ક ટી-90 ભીષ્મ અને નાગ મિસાઈલ સિસ્ટમે પરેડમાં ભાગ લીધો
Site Admin | જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM) | Delhi | gujarat tablo | kartavya path | Republic Day
પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી
