પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે. વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, યોજનાઓનાં લાભાર્થીઓ, સ્વસહાય જૂથની બહેનો પણ દિલ્હી જશે..
સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાનો તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, ગ્રામિણ વિકાસ માટે મહત્વનો ફાળો આપવા બદલ સ્વસહાય જૂથની બહેનો, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટન્ટ ધરાવનારા, શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, હેન્ડલૂમ આર્ટિસન, પુન:પ્રાપ્ય ઉર્જા કાર્યકર, રોડ બનાવનારા કાર્યકરો 3 વાઇબ્રન્ટ વિલેજનાં સરપંચ સહિત અન્ય 22 સરપંચ, પેરા ઓલમ્પિયન વિજેતાઓ, અને પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં નોંધ લીધી એવા વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. આ આમંત્રિતો તેમની સાથે એક પરિવારજનને પણ લઇ જશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:57 પી એમ(PM) | પ્રજાસત્તાક દિવસ
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે
