પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષનાં બિટીંગ રિટ્રીટ સમારોહમાં કુલ 30 પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ભૂમિ, નૌકા અને હવાઇ દળ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળોનાં બેન્ડ દ્વારા કર્ણપ્રિય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:18 પી એમ(PM) | પ્રજાસત્તાક દિવસ
પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે નવી દિલ્હીમાં આજે સાંજે બિટીંગ રિટ્રીટ સમારોહ ઉજવવામાં આવ્યો
