પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે. રસ ધરાવતા લોકો નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in પર જઈને તેમના નામાંકન મોકલી શકે છે.
ગૃહ મંત્રાલયે ગુરુવારે એક યાદીમાં જણાવ્યું હતું કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી જેવા પદ્મ પુરસ્કાર કળા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર કાર્ય, નાગરિક સેવા, વેપાર ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રોમાં વિશેષ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવા માટે આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:50 પી એમ(PM)
પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે
