પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે “મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની એક ઝલક રજૂ કરી છે.મોદીએ પોસ્ટમાં જણાવ્યું કે,યુકે, જર્મની અને નેધરલેન્ડ્સમાં ભારતીય સાઈકલની નિકાસમાં વધારો થવાથી એ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે.મેડ ઇન બિહાર બૂટ હવે રશિયન આર્મીનો એક ભાગ બની ગયા છે,જે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક પહોંચ દર્શાવી રહી છે. આ સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય સંરક્ષણ બજારમાં ભારતના વધતા પ્રભાવ તેમ જ પોતાની ઉત્પાદન ક્ષમતાઓની ઉચ્ચ ગુણવત્તાને દર્શાવે છે. એમેઝોનના બ્લેક ફ્રાઈડે અને સાઈબર મન્ડે સેલ્સમાં પણ ભારતીય ઉત્પાદનોએ વેચાણમાં પ્રભુત્વ મેળવ્યું હતું, જે એક વૈશ્વિક અપીલને દર્શાવે છે. આ સફળતાની વાર્તા મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓની આંતરરાષ્ટ્રીય માગ અને વૈશ્વિક ઈ-કૉમર્સ બજારમાં ભારતની વધતી હાજરી દર્શાવે છે.
Site Admin | જુલાઇ 17, 2024 2:08 પી એમ(PM) | પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી | મેક ઇન ઇન્ડિયા