પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ.અગ્રવાલે ભારતની લાંબા અંતરની મિસાઈલ – અગ્નિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં DRDOએ જણાવ્યું છે કે ડૉ.અગ્રવાલે બે દાયકાથી વધુ સમય સુધી દેશના મહત્વાકાંક્ષી અગ્નિ મિસાઈલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે રિ-એન્ટ્રી ટેક્નોલોજી, તમામ સંયુક્ત હીટ શિલ્ડ, ઓન બોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ, મિસાઇલો માટે માર્ગદર્શન અને નિયંત્રણ વગેરેના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:38 એ એમ (AM) | ડો.રામ નારાયણ