પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મ નિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું, 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગત 15મી તારીખથી હોસ્પિટલમાં દાખલ એમ.ટી. વાસુદેવને ગઈકાલે રાત્રે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
બહુમુખી વાર્તા કહેનાર, તેમના સાહિત્યિક અને સિનેમેટિક કાર્યોની મલયાલમ સાહિત્ય અને સિનેમા પર ઊંડી અસર પડી છે. તેમના મુખ્ય કાર્યોમાં નાલુકેતુ, કાલમ, મંજુ, અસુરવિથુ અને રાંદમૂઝમનો સમાવેશ થાય છે.
એમ.ટી. વાસુદેવનને પદ્મભૂષણ, કેરળ જ્યોતિ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કારો એનાયત કરાયા હતા. કેરળ સરકારે આજે અને આવતીકાલે રાજ્યમાં શોક જાહેર કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 9:55 એ એમ (AM)