ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 30, 2024 3:15 પી એમ(PM)

printer

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે. આવતા મહિને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત કરાશે. માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, ‘કોલકાતાના રસ્તાથી લઈ ફિલ્મ જગતની ઊંચાઈઓ સુધી, મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર ફિલ્મી સફર અનેક પેઢીઓને પ્રેરણા પૂરી પાડે છે.’
શ્રી વૈષ્ણવે ઉંમેર્યું કે, ‘દાદાસાહેબ ફાળકે પસંદગી જ્યૂરીએ ભારતીય સિનેમામાં મિથુન ચક્રવર્તીના નોંધપાત્ર યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેતા મિથુન ચક્રવર્તીને અભિનંદન પાઠવ્યા છે. 16 જૂન 1950ના દિવસે પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ વિવિધ ભાષાઓમાં અત્યારસુધી 350થી વધુ ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમનેપહેલી જ ફિલ્મ “મૃગયા” માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મપુરસ્કાર મળ્યો હતો.
પ્રધાનમંત્રીએ મિથુન ચક્રવર્તીને એક સાંસ્કૃતિક પ્રતિક ગણાવતા લખ્યું કે, પોતાના બહુમુખી પ્રતિભા માટે દરેક વર્ગના લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ