ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 8:09 પી એમ(PM) | રતન ટાટા

printer

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે

પ્રખ્યાત ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગજગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં સ્મશાનગૃહમાં પહોંચ્યા હતા..
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ અને નેતાઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરીને ભાવભીની અંજલિ આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ