પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે.
અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. વેપારીઓ આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરીને ધંધા વ્યવસાય લાભપાંચમ સુધી બંધ રાખશે. દેશભરના મંદિરોમાં વિશેષ શણગાર, રોશનીથી ઝળહળી રહ્યા છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:44 પી એમ(PM) | દિવાળી