ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:19 પી એમ(PM) | પોલીસ

printer

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે

પોલીસ વિભાગમાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પડશે. રાજ્યની વડી અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે પોલીસ વિભાગમાં 25 હજાર 660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે.
વર્તમાન ભરતીની શારીરિક કસોટી માર્ચમાં પૂર્ણ થશે, બાદમાં લેખિત પરિક્ષા અને પરિણામ જુલાઈ મહિનામાં આવશે.
જે પૈકી પ્રથમ તબક્કામાં 11 હજાર કરતાં વધુ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બાકીની 14 હજાર 283 જગ્યાઓની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાની બાકીની ભરતી સપ્ટેમ્બર, 2026માં પૂર્ણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ