ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકો ની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે. તેમજ આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા માટે પણ સૂચના આપી છે.
રાજ્યના દૂર-દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 7:13 પી એમ(PM)
પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
