પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું… કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં મકાનમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે તેને સંલગ્ન વ્યવસ્થા તેમજ પાર્કિંગ વગેરેથી સુવિધાઓ છે.
ખાગેશ્રીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં હેઠળ 8 પેટા આરોગ્ય કેન્દ્ર સમાવેશ થાય છે. કેન્દ્ર હેઠળ કુલ ગામો 15 ગામોની 29 હજાર 294 જેટલા નાગરિકોને આ નવા કેન્દ્ર દ્વારા આરોગ્ય વિષયક સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate