પોરબંદર કોસ્ટગાર્ડનાં વિમાનમથકે આજે હેલિકોપ્ટર તૂટી પડતાં ચાલક દળનાં ત્રણ સભ્યોનું મૃત્યુ થયાનાં અહેવાલ છે. અમારા પોરંબદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, આજે સવારે સાડા દસ કલાકે કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન તૂટી પડ્યું છે.
હેલિકોપ્ટર ક્રેશ થતાંની સાથે જોરદાર વિસ્ફોટ થયો હતો. અગ્નિશમન વિભાગે આગ ઓલવવાની કામગીરી કરી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 3:21 પી એમ(PM)