પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલનાં વિદ્યાર્થિની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ જિલ્લામાં જોવા મળતી લીલ વિશે સંશોધન કરેલી કૃતિ રજૂ કરશે. રાજ્યકક્ષાએ સાયન્સ સિટી ખાતે આ સંશોધન રજૂ કરાયું હતું, જેની હવે રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સંમેલન યોજાશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:05 એ એમ (AM)