પોરબંદરના બિરલા રોડ ઉપર રાજાશાહી વખતનો દરિયાઇ મહેલ આવેલ છે.આ દરિયાઇ મહેલનું પ્રથમ ફેઝનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.. 18 કરોડ રૂપિયાના ખર્ચે બીજા ફેઝનું રીનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરબાર હોલ, ઝૂમર, ભીંત ચિત્રોને હેરિટેજ ટેક્નિકથી રીનોવેશન કામ ધમધમી રહ્યું છે. આ કામ આગામી 9 માસમાં પૂર્ણ થવાની સંભાવના રહેલ છે.
પોરબંદરના રાજવીઓએ દરિયાઈ મહેલને શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપ્યો હતો. વર્ષ 1955માં રામબા ગ્રેજ્યએટ ટીચર્સ કોલેજ શરૂ કરવામાં આવી હતી. અહીં અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અને પોતાની ઉજ્જવળ કારર્કિદી બનાવી છે. શિલ્પનો અદ્ભુત, બેનમુન દરિયાઈ મહેલ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ દરિયાઈ ખારાશના કારણે આ મહેલ જર્જરીત બની જતા આ બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ કરવી અન્ય બિલ્ડિંગમાં શરૂ કર્યો હતો. પોરબંદરની સેવાભાવી સંસ્થાઓએ દરિયાઈ મહેલના રીનોવેશન માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. જેને પગલે સરકારે આ દરિયાઈ મહેલના રીનોવેશન માટે પ્રથમ તબક્કામાં રૂપિયા 7 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:14 પી એમ(PM)