પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને અંદાજે 45 કરોડ, 50 લાખ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકસિત કરાશે. જેને પગલે પોરબંદર અને ગીર સોમનાથના 35 હજારથી વધુ માછીમારો તેમજ 8 હજારથી વધુ નાની-મોટી બોટોને સીધો લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મત્સ્યોદ્યોગમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે દરિયાઈ પ્રવૃત્તિઓને જોતા મત્સ્ય બંદર અને ઉતરણ કેન્દ્રોના વિકાસ માટે અદ્યતન માળખાકીય સુવિધા પૂરી પાડવાનો નિર્ધાર કર્યો છે.
અપગ્રેડેશનની કામગીરીના ભાગરૂપે આ મત્સ્ય કેન્દ્રો ખાતે પ્રોટેક્શન બંડ, સ્લોપિંગ હાર્ટ, રોડ નેટવર્ક, ઑક્શન હૉલ, નેટ મેન્ડિંગ શેડ, બોટ રિપેરિંગ શોપ, દરિયાઈ સુરક્ષાને લગતી સુવિધાઓ, પાણીની સુવિધાઓનું નેટવર્ક, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ વિકસાવાશે.