ભારતીય તટ રક્ષકે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક હજાર 800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી વધુનો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
ગુજરાત ATS તરફથી મળેલી માહિતીના આધારે પોરબંદરના દરિયામાં
કોસ્ટ ગાર્ડ રિજનના ICG જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ટ્રાન્સશિપમેન્ટ પ્રયાસને અટકાવ્યો હતો. ICG જહાજ નજીક આવી રહ્યું હોવાનું સમજીને, શંકાસ્પદ બોટમાં રહેલા ઇસમોએ ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો અને પછી IMBL તરફ ભાગી ગયા હતા. જોકે જહાજ બોટને ઝડપી શક્યુ ન હતું, પરંતુ દરિયામાં ફેંકવામાં આવેલા ડ્ર્ગ્સને શોધવામાં સફળ રહ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યવાહીને સરકારના ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાના અભિગમની સફળતાનું ઉદાહરણ ગણાવ્યું છે.શ્રી શાહે આ સફળતા માટે ગુજરાત પોલીસ અને ભારતીય તટ રક્ષકને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | એપ્રિલ 14, 2025 1:45 પી એમ(PM)
પોરબંદરના દરિયામાંથી ભારતીય તટ રક્ષક અને ગુજરાત ATSએ એક હજાર 800 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો
