પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટોક્યો 2020 પેરાલીમપિક્સમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સુમિત એન્ટિલ અને હંગઝોઉમાં રમાયેલ એશિયન પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક જીતનાર ભાગ્યશ્રી જાધવે ત્રિરંગા સાથે ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. આ વર્ષે 84 રમતવીરો 12 અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલીમપિક્સ રામતોના ઇતિહાસમાં અત્યારસુધીમાં ભારતના સૌથી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ક્રિષ્ના નાગર બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સના ટાઇટલ માટે રમશે. જ્યારે અવની લેખા અને મનીષ નરવાલ શૂટિંગમાં રમશે. આજથી ભારતીય ખેલાડીઓ તીરંદાજી, સાયકલિંગ, તાઈકવાન્ડો, સ્વિમિંગ અને ટેબલ ટેનિસમાં ભાગ લેશે. આવતીકાલથી એથ્લેટિક્સ સ્પર્ધા શરૂ થશે. તેમાં 38 ભારતીય એથ્લેટ ભાગ લેશે. લોકોની નજર ભાલા ફેંક ખેલાડી સુમિત એન્ટીલ અને ટેબલ ટેનિસ ખેલાડીભાવના પટેલ પર રહેશે. પેરિસ પેરાલિમ્પિક્સ 9 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે.
Site Admin | ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Paris2024 #akashvani | #ParisParalympics2024 | India