ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 3:29 પી એમ(PM)

printer

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે. રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ગોળાફેંક F57 સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવાબદલ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીસેમાએ ભવિષ્યમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે

આ દેશ માટે ગર્વની ક્ષણ છે.તેમણે કહ્યું કે રમતવીરની અદ્ભુત તાકાત અને દૃઢ નિશ્ચય અસાધારણ છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ પણ હોકાટો હોટોઝે સેમાને આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે ભારત આ પેરાલિમ્પિક્સમાં અત્યારસુધી 6 સુવર્ણ, 9 રજત અને 12 કાંસ્ય સહીત કુલ 27 ચંદ્રકો જીતી ચૂક્યું છે. સાયકલિંગમાં આજે જ્યોતિ ગાડેરીયા મહિલાઓની C 1-3 રોડ રેસની ફાઇનલમાં ઉતરશે. જ્યારે નૌકા સ્પર્ધામાં પ્રાચી યાદવ મહિલાઓની 200 મિટર સિંગલ ઇવેન્ટમાં સેમીફાઇનલ રમશે. જ્યારે એથ્લેટિકસમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નવદીપ ફાઇનલમાં રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ