ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM) | પેરિસ પેરાલિમ્પિક્સ

printer

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે. તીરંદાજીમાં પૂજા મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટરફાઇનલ્સમાં ભાગ લેશે.
આ ઉપરાંત, દિપ્તી જીવનજી મહિલાઓની 400 મીટર ટી-20 ફાઇનલમાં અને મેરિયપ્પન થંગાવેલુ, શરદ કુમાર અને શૈલેષ કુમાર પુરુષોના ઊંચા કૂદકાની ટી-63 ફાઇનલમાં રમશે.
ભારત હાલ ત્રણ સુવર્ણચંદ્રક સહિત 15 ચંદ્રકો સાથે આ સ્પર્ધામાં 15મા ક્રમે છે.
દરમિયાન, રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મિડિયામાં આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતીય રમંતવીરોએ તેમનાં પ્રદર્શન દ્વારા દેશને ગૌરવ અપાવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ