પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે. પેરા-જુડો પુરુષ 60 કિલો J1 સેમિફાઇનલમાં કપિલ પરમાર ઇરાનના ખોરામ બાનિટાબા સામે હારી ગયા છે. તેઓ હવે કાંસ્ય ચંદ્રક માટે બ્રાઝિલના ખેલાડી સામે રમશે. પેરા-જુડો મહિલા- 48 કિલોગ્રામ J2 ક્વાર્ટરફાઇનલ્સમાં ત્રણ યલો કાર્ડ મળ્યા બાદ કોકિલા કૌશિકલતે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:33 પી એમ(PM) | પેરિસ પેરાલિમ્પિક્સ