ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2024 7:26 પી એમ(PM) | પેરાલિમ્પિક્સ 2024

printer

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિમેન્સ કેટેગરીમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ઉલ્લેખનીયછે કે 2023માં અર્જુન એવોર્ડથી સન્માનિત પેરા-તીરંદાજ શીતલ પેરા-આર્ચરીવર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક  જીતીને પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માટે સ્થાન મેળવ્યું છે. . અગિયાર દિવસ સુધી સતત ચાલનાર આ પેરાલિમ્પિક્સ 2024 માંભારત અત્યારસુધીના સહુથી વધુ 84 રમતવીરોને ભાગ લેવા મોકલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ