પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્રમાંકે હતું.
ગઈકાલેને ધરલેન્ડસની સિફાન હાસને મહિલાઓની મેરથોન દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ૩૧ વર્ષીય આ મહિલા ખેલાડીએ ૨ કલાક ૨૨ મિનિટ ૫૫ સેકંડમાં પૂર્ણ કી કરીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવી દીધો છે. ઇથોપિયાના ટાઈગસ્ટ અસ્સેફાને ૩ સેકન્ડથી હારવીને તેમણે આ જીત હાંસલ કરી હતી. અમેરિકા, ૪૦ ગોલ્ડ સહિત કુલ ૧૨૬ ચંદ્રકો સાથે મેડલ સંખ્યામાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે ચીન ૪૦ ગોલ્ડ સાથે કુલ ૯૧ મેડલ સાથે બીજા ક્રમાંકે અને જાપાન ૪૫ મેડલ સાથે ત્રીજા ક્રમાંકે છે. ઓસ્ટ્રેલિયા ૫૩ ચંદ્રકો સાથે ચોથા ક્રમાંકે છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM) | aakshvaninews | Paris Olympics