પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય કુશ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી-સ્ટાઈલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયાં છે. તેમનો સામનો કિર્ગિસ્તાનના ટોચનાં ક્રમાંકિત મેડેટ કિઝીઆઈપેરી સામે થયો હતો. જ્યારે ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગરું પ્રદર્શન ગઈકાલે સારું નહતું રહ્યું. તેઓ આજે મહિલા ઇવેન્ટમાં છેલ્લા રાઉન્ડમાં મેદાને ઉતરશે.
ઉલ્લેખનીય છે કે,ભારતે આ ઑલિમ્પિકમાં અત્યાર સુધી એક રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળી કુલ છ ચંદ્રક જીત્યા છે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:18 પી એમ(PM)