પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત ચોથી વખત કાંસ્યચંદ્રક જીત્યો છે. આજની મેચ અત્યંત રસાકસીભરી રહી હતી.. મેચની શરૂઆતમાં ભારત પાછળ રહ્યું હતું પરંતુ કેપ્ટન હરમનપ્રિત સિંહે બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરતાં ભારતે મેચ જીતી લીધી હતી.
પેરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ અમન શેરાવત 57 કિલો વજન ફ્રી સ્ટાઈલ કુસ્તી વર્ગની સેમિ-ફાઈનલમાં પહોંચ્યા છે. તેમણે આ સ્પર્ધામાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12 શૂન્યથી હરાવી દીધા છે. શ્રી શેરાવત મેસેડોનિયન પ્રતિસ્પર્ધીને હરાવ્યા પછી ઝેલિમખાનને પણ હરાવી સ્પર્ધાના છેલ્લા ચારમાં સ્થાન મેળવ્યું છે.
ભારતીય ખેલાડી નીરજ ચોપરા ભારતીય સમય અનુસાર આજે રાત્રે 11 વાગ્યાને 55 મિનિટે ભાલા ફેંકની ફાઈનલ રમવા મેદાને ઉતરશે.
જ્યોતિ યારાજી 100 મીટર હર્ડલ્સના રિપેચેજ રાઉન્ડ હીટ વનમાં ચોથા સ્થાને રહ્યાં હતાં. તેમણે 13.17 સેકેન્ડમાં રેસ પૂર્ણ કરી, પરંતુ સેમિ-ફાઈનલમાં પહોંચવામાં સફળ ન થયાં.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:50 પી એમ(PM) | પેરિસ ઓલિમ્પિક